Psalms 82

1ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે;
તે દેવો મધ્યે ન્યાય કરે છે.
2તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો?
અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?
સેલાહ


3ગરીબ તથા અનાથનો ન્યાય કરો;

દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો.
4ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો;
તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો.

5તેઓ જાણતા નથી કે સમજતા નથી;

તેઓ અંધકારમાં ભટકતા ફરે છે;
પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.

6મેં કહ્યું કે, “તમે દેવો છો

અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.
7તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો
અને રાજકુમારની જેમ પડશો.”

હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો,

કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.
8

Copyright information for GujULB